કોરોના વાયરસના પ્રકોપના કારણો દેશમાં લોકડાઉન લાગુ છે. આ લોકડાઉનમાં કોઈને કામ વગર બહાર નિકળવાની સખત મનાઈ છે. આવામાં હીરો (Hero) મોટોકોપે એક ખાસ પહેલ કરી છે. આ હેઠળ તમે પોતાની સ્કેલ દર્શાવીને હીરોની XPulse 200 બાઈક જીતી શકો છો.
હીરો મોટોકોપે HeroCoLabs- ધ ડિઝાઈન ચેલેન્જના નામથી એક ચેલેન્જ શરૂ કર્યું છે. આ ચેલેન્જમાં તમે પોતાની ક્રિએટિવિટી દ્વારા મોટરસાયકલ માટે ગ્રાફિક્સ ડિઝાઈન તૈયાર કરી શકો છે. હીરો મોટોકોપનું આ ચેલેન્જ બે કેટેગરીમાં છે. ચેલેન્જમાં ભાગ લેનારને Hero Splendor+ માટે ગ્રાફિક્સ અથવા ટી શર્ટ હીરો રાઈડિંગ જેકેટ અથવા બન્ને ડિઝાઈન કરવાની રહેશે. ત્યાં જ જીતનારને ટોપ પ્રાઈઝમાં હિરોની XPulse 200 બાઈક મળશે.
જો તમે આ ચેલેન્જમાં ભાગ લેવા ઈચ્છો છો તો તેના માટે કંપનીની ઓફિસયલ વેબસાઈટ heromotocorp.com અથવા herocolabs.com પર વિઝિટ કરી શકો છો. અહીં જઈને રજીસ્ટ્રેશન કરી એન્ટ્રી સબમિટ કરવાની રહેશે. એન્ટ્રીની છેલ્લી તારીખ 21 એપ્રિલ 2020 છે. મતલબ આ દિવસ સુધી જ તમે ચેલેન્જનો ભાગ બની શકો છો.
ત્યાર બાદ હીરો મોટોકોપ ટોપ 50 ડિઝાઈન્સને વોટિંગ માટે પોતાની માઈક્રોસાઈટ પર પોસ્ટ કરશે. આ ઉપરાંત ચેલેન્જમાં ભાગલેનાર લોકોને પણ પોતાના સોશિયલ મીડિયા દ્વારા વોટ ભેગા કરવાનો મોકો આપવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે નિર્ણયમાં માઈક્રોસાઈટ પર મળેલ વોટિંગની મુખ્ય ભુમિકા છે. આ ઉપરાંત કંપની દ્વારા સ્થાપવામાં આવેલી ઈન્ટર્નલ જ્યુરી પણ ચેલેન્જના વિજાતા વિશે નિર્ણય લેશે.

ટિપ્પણી પોસ્ટ કરો