Gy


કોરોના વાઈરસના કારણે ભારત લોકડાઉન છે. પણ કેટલાંક લોકો ઘરની બહાર રહી સૌની સુરક્ષા માટે દિવસ રાત કામ કરી રહ્યાં છે. આ કામગીરીમાં કેવું લાગે જ્યારે પોલીસને ખબર જ ન હોય કે હું જેને લોકડાઉનના પાઠ ભણાવું છું એ અહીંનો કલેક્ટર છે. કંઈક આવું જ બન્યું રામપુરમાં.

ઉત્તર પ્રદેશના રામપુરમાં ફરજ પર હાજર રહેલ પોલીસકર્મીએ ડીએમ આંજનેય કુમાર સિંહને જ રોકી દીધા અને લોકડાઉન વિશે સમજાવ્યું પણ ખરૂ. વાસ્તવમાં કલેક્ટર અડધી રાત્રે લોકડાઉનની સ્થિતિ કેવી છે એ જાણવા માટે નીકળ્યા હતા. તેમણે ગ્લવ્સ, માસ્ક સહિત તમામ વસ્તુ પહેરી હતી, જે કોરોનાની મહામારીમાં પહેરવી જોઈએ. ઉપરથી હેલમેટ પણ પહેર્યું હતું જેથી ચહેરો ઢંકાય જાય. કલેક્ટરે પોલીસને કહ્યું નહીં કે તે પોતે કોણ છે ? આગલા દિવસે પોલીસને કલેક્ટરે બોલાવી સન્માનિત કર્યો. તેમણે તેના વખાણ કરતા કહ્યું કે આ સાચા અર્થમાં પોલીસ છે અને સેવા કરી રહ્યો છે. તેણે મને લોકડાઉનનું મહત્વ સમજાવ્યું અને ફોલો કરવાનું કહ્યું. મેં તેને એ માટે સન્માનિત કર્યો કારણ કે જિલ્લામાં રહેલા અન્ય પોલીસ ઓફિસરો પણ તેના નક્શેકદમ પર ચાલી ઈમાનદારી પૂર્વક કામ કરે. ટ્વીટર પર તેમણે પોલીસ ઓફિસર સાથેની તસવીર પણ શેર કરી છે.

કલેક્ટરે પરિવારના લોકો સિવાય કોઈને પણ નહોતું કહ્યું કે તે રાઉન્ડ પર જાય છે. તેમને બે ચેકિંગ પોંઈન્ટ પર રોકવામાં આવ્યા. કલેક્ટર કહ્યું કે પેટ્રોલિંગ દરમિયાન ઘણી જગ્યાએ મને ઉણપ દેખાઈ હતી. જે જગ્યાઓ પર કામગીરી યોગ્ય નહોતી થતી તેમને એલર્ટ પર રહેવાનું કહ્યું.

જણાવી દઈએ કે આ કલેક્ટર સપા નેતા આઝમ ખાન વિરૂદ્ધ કાર્યવાહી કરીને સૌ પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. હાલમાં જ લોકડાઉન સમયે તેમણે રામપૂરમાં એક રીક્ષા ડ્રાઈવરની મદદ પણ કરી હતી. રીક્ષા ડ્રાઈવર દવા લેવા માટે નીકળ્યો હતો. આ વાતની કલેક્ટરને ખબર પડતા તેને બહાર ન નીકળવું પડે આ માટે આખા મહિનાની દવા લઈ આપી હતી

Post a Comment

વધુ નવું વધુ જૂનું