Gy

રાજકોટ પોલીસ દ્વારા શહેરભરના તમામ વૃદ્ધાશ્રમમાં જઈ હેર કટીંગ કરતા વ્યક્તિઓને સાથે રાખી વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધના વૃદ્ધાઓના હેર કટિંગ કરી આપવામાં આવે છે તો સાથે જ રાજકોટ પોલીસની દુર્ગા શક્તિ ટીમ દ્વારા વૃદ્ધાઓના માથામાં માલિશ પણ કરી આપવામાં આવે છે.
હાલ રાજકોટ સહિત સમગ્ર દેશમાં lockdownની પરિસ્થિતિનું નિર્માણ થયું છે lockdownનો આજે ઓગણીસમો દિવસ છે ત્યારે હજુ પણ lockdown લંબાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે સરકાર દ્વારા આ બાબતે ગમે ત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે ત્યારે આ બધાની વચ્ચે રાજકોટ પોલીસનો વધુ એક માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે.

હાલ રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં lockdownની સ્થિતિનું નિર્માણ છે ત્યારે માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓની સાથે સંકળાયેલ ધંધા-રોજગાર જ શરૂ છે. જ્યારે કે અન્ય ધંધા વેપાર ઉદ્યોગ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હેર કટીંગની દુકાનો પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે.

ત્યારે રાજકોટ પોલીસ દ્વારા શહેરભરના તમામ વૃદ્ધાશ્રમમાં જઈ હેર કટીંગ કરતા વ્યક્તિઓને સાથે રાખી વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધના વૃદ્ધાઓના હેર કટિંગ કરી આપવામાં આવે છે તો સાથે જ રાજકોટ પોલીસની દુર્ગા શક્તિ ટીમ દ્વારા વૃદ્ધાઓના માથામાં માલિશ પણ કરી આપવામાં આવે છે.

ત્યારે રાજકોટ પોલીસના આ સરાહનીય કાર્ય અને સૌ કોઈ વધાવી રહ્યું છે. કદાચ આ પ્રકારના દ્રશ્યો ભારતભરમાં સૌપ્રથમ સામે આવી રહ્યા છે. કદાચ રાજકોટ નહીં પરંતુ ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની ઘટના સામે આવી છે.


જેમાં પોલીસે વૃદ્ધાશ્રમમાં જઈ હેર કટીંગ કરતાં વ્યક્તિઓને પોતાની સાથે રાખી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો ની ચિંતા કરી તેમના વધી ગયેલા હેર કટીંગ કરી આપવામાં આવ્યા તો સાથે જ માથામાં માલિશ પણ કરી આપવામાં આવ્યું. ત્યારે હાલ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો તેમજ વૃદ્ધાઓ દ્વારા રાજકોટની મહિલા પોલીસની દુર્ગા શક્તિ ટીમને ખોબલે ખોબલે આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે


રાજકોટ પોલીસ દુર્ગાશક્તિની ટીમ તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને એટ્રેકશન હેર સલુંનના સહયોગથી રાજકોટના અલગ અલગ વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃદ્ધોની સેવા કરવામાં આવી હતી. જે રીતે છેલ્લા 20 દિવસથી વધુ સમય વૃદ્ધો પણ વૃદ્ધાશ્રમની બહાર નીકળી શક્યા નથી કે કોઈ કારીગરને અંદર પણ બોલાવી શક્યા નથી.


જેથી આજે રાજકોટ દુર્ગાશક્તિનીં ટીમ દ્વારસ બોલબાલા અને એટ્રેશન હર સલુંન દ્વારા શહેરના મોટાભાગના વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોના હેરકટ તેમજ સેવિંગ કરી દેવામાં આવી આટલું જ નહીં પણ હાથ અને પગના નખ પણ કાપી દેવામાં આવ્યો.


આ ઉપરાંત માથા તેમજ હાથ પગ માં તેલ માલિશ પણ કરી દેવામાં આવ્યું હતું. રાજકોટના રમણિકકુંવરબા વૃદ્ધાશ્રમ, સદ્દભાવના વૃદ્ધાશ્રમ, માતૃ મહિલા આશ્રમ, મહેશ્વરી આશ્રમ, દીકરા નું ઘર આશ્રમ પર પહોંચી રાજકોટ ની ટીમ દ્વારા વૃદ્ધો ની સેવા કરવામાં આવી હતી.


સંસ્થા અને પોલીસની સરાહનીય કામગીરીની વૃદ્ધાશ્રમના સંચાલકોએ નોંધ લઈ તેમની પ્રશંશા કરી આભાર વ્યક્ત કર્યો હતો તો સાથે વૃદ્ધોએ પણ આ ટીમ ની સેવા થી ખુશ થઈ આશીર્વાદ આપ્યા હતા.

Post a Comment

أحدث أقدم